Skip to main content

Posts

Showing posts with the label gujarat

surat district taluka list :: સુરત જિલ્લો બધી માહિતી

  સુરત જિલ્લો ➤ સ્થાપના :- ૧૯૬૦ ➤ સુરત જિલ્લો   ભારત  દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ  ગુજરાતનો  ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે. ➤ ૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી  તાપી જિલ્લો  અલગ કરવામાં આવ્યો છે. ➤ ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે સુરત જિલ્લો ગુજરાતના સૌથી વધુ વસતી ધરાવતા જિલ્લામાં બીજા ક્રમે છે. ➤ સુરત જીલ્લો,  વિસ્તારની દ્રષ્ટી એ  રાજ્યમાં પ્રથમ છે. ➤ સાક્ષરતા દર માં દેશમાં ૫૪ મો ક્રમ છે.  સાક્ષરતા દર ૮૯.૮૯ છે ➤ સુરતને “ટેક્સટાઇલ સિટી” તરીકે પણ ઓળખવામાં આવે છે. ➤ સુરત તેના ડાયમંડ બિઝનેસ માટે જાણીતું છે . ( ડાયમંડ સિટી ) ➤ સુરત શહેરમાં મોટેભાગે બોલાતી ભાષા સુરતી ગુજરાતી ભાષા છે. ➤ ગુ જરાત માં સુરત બીજૂ સૌથી મોટું શહેર છે અને ભારતમાં નવમું સૌથી મોટું શહેર છે.  ➤ સુરત શહેરની સમૃદ્ધિથી આકર્ષાઇને છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઇ.સ. ૧૬૦૦ના અરસામાં સુરત શહેરમાં બે વખત લૂંટ કરવામાં આવેલ. ➤ સુરત શહેરમાં ચોર્યોસી બંદરના વાવટા ફરકતા હોવાથી ચોર્યોસી નામ પડેલું. ➤ ઇ.સ. ૧૬૧રમાં અંગ્રેજોએ ભારતભરમાં સૌ પ્રથમ સુરતમાં વ્‍યાપારી કોઠી સ્થાપી ....

anand district information in gujarati :: આણંદ જિલ્લો બધી માહિતી

  આણંદ જિલ્લો 💎આણંદ જિલ્લો   ભારત  દેશના પશ્ચિમ ભાગમાં આવેલા  ગુજરાત રાજ્યના  મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો  જિલ્લો  છે. 💎 આણંદ  શહેર ખાતે આ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.  💎 ઇ. સ. ૧૯૯૭ માં   ખેડા જિલ્લામાંથી  આ જિલ્લાને છુટો પાડવામાં આવ્યો હતો. 💎   આણંદ જિલ્લો નો     કુલ  વિસ્તાર ૩,૨૦૪ km૨ (૧,૨૩૭ sq mi)  છે. 💎 આણંદને દૂધ અને તેના ઉત્પાદનનું મુખ્ય મથક પણ કહેવામાં આવે છે.  💎 અમૂલ ડેરી  અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (National Dairy Development Board - NDDB) અહિં આવેલા છે. 💎 આણંદ શહેર એ  અમદાવાદ  અને  વડોદરાને  જોડતી રેલ્વે લાઇન પર આવે છે. 💎 આણંદ ખાતે ભારતીય ગ્રામ વ્યવસ્થાપન સંસ્થાન (Indian Institute of Rural Management - IRMA) પણ આવેલી છે. 💎 સમુદ્રની સપાટીથી આણંદની સરેરાશ ઉચાંઇ ૩૯ મીટર (૧૨૭ ફુટ) છે. 💎 ઇ.સ. ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ આણંદ શહેરની વસ્તી ૧,૩૦,૪૬૨ હતી. 💎 આણંદ જિલ્લાને આઠ તાલુકાઓમાં વિભાજીત કરાયો છે. 💎 ગામડાઓ:- ૩૫૪ આણંદ આંકલાવ ઉમરેઠ ખંભાત તારાપુર પેટલાદ બોરસદ ...

ગુજરાતના જિલ્લાઓ | Districts of Gujarat

  ગુજરાતના જિલ્લાઓ 👉ભારતના  ગુજરાત  રાજ્યમાં ૩૩  જિલ્લાઓ  આવેલા છે. 👉 ગુજરાતમાં ૨૫૦  તાલુકાઓ  આવેલા છે 👉 કચ્છ  એ સૌથી મોટો અને  ડાંગ  એ સૌથી નાનો જિલ્લો છે.  👉 અમદાવાદ જિલ્લામાં  સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે 👉 રાજ્યનો  સુરત જિલ્લો  સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. ઇતિહાસ ૧૯૬૦ 👉૧ મે ૧૯૬૦ના રોજ બોમ્બે રાજ્યના ઉત્તર ભાગના ૧૭ જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. આ જિલ્લાઓ   અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા,   ભરૂચ, ભાવનગર, ડાંગ,  જામનગર, જુનાગઢ, ખેડા,   કચ્છ, મહેસાણા, પંચમહાલ,  રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, અને વડોદરા ૧૯૬૪ 👉૧૯૬૪માં ગાંધીનગર જિલ્લો અમદાવાદ અને મહેસાણાના ભાગોમાંથી રચવામાં આવ્યો. ૧૯૬૬ 👉સુરતમાંથી વલસાડ જિલ્લો ૧૯૬૬માં છૂટો પાડવામાં આવ્યો. ૧૯૯૭ 👉૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ પાંચ નવા જિલ્લાઓની રચના કરવામાં આવી: આણ...