ગુજરાતના જિલ્લાઓ
ઇતિહાસ
૧૯૬૦
👉૧ મે ૧૯૬૦ના રોજ બોમ્બે રાજ્યના ઉત્તર ભાગના ૧૭ જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી.
આ જિલ્લાઓ
અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા,
ભરૂચ, ભાવનગર, ડાંગ,
જામનગર, જુનાગઢ, ખેડા,
કચ્છ, મહેસાણા, પંચમહાલ,
રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, અને વડોદરા
૧૯૬૪
👉૧૯૬૪માં ગાંધીનગર જિલ્લો અમદાવાદ અને મહેસાણાના ભાગોમાંથી રચવામાં આવ્યો.
૧૯૬૬
👉સુરતમાંથી વલસાડ જિલ્લો ૧૯૬૬માં છૂટો પાડવામાં આવ્યો.
૧૯૯૭
👉૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ પાંચ નવા જિલ્લાઓની રચના કરવામાં આવી:
- આણંદ ખેડામાંથી છૂટો પડાયો.
- દાહોદ પંચમહાલમાંથી છૂટો પડાયો.
- નર્મદા ભરૂચ અને વડોદરાના પ્રદેશોમાંથી રચાયો.
- નવસારી વલસાડમાંથી છૂટો પડાયો.
- પોરબંદર જુનાગઢમાંથી છુટો પડાયો.
૨૦૦૦
👉૨૦૦૦માં પાટણ જિલ્લો બનાસકાંઠા અને મહેસાણાના પ્રદેશોમાંથી રચાયો.
૨૦૦૭
👉૨ ઓક્ટોબર ૨૦૦૭ ના રોજ સુરત જિલ્લામાંથી તાપી જિલ્લો છૂટો પડાયો જે રાજ્યનો ૨૬મો જિલ્લો બન્યો.
૨૦૧૩
👉૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સાત નવાં જિલ્લાઓ રચવામાં આવ્યા:
- અરવલ્લી સાબરકાંઠામાંથી છૂટો પાડવામાં આવ્યો.
- બોટાદ અમદાવાદ અને ભાવનગર જિલ્લાઓના પ્રદેશોમાંથી રચાયો.
- છોટા ઉદેપુર વડોદરા જિલ્લામાંથી છૂટો પડાયો.
- દેવભૂમિ દ્વારકા જામનગરમાંથી છૂટો પડાયો.
- મહીસાગર ખેડા અને પંચમહાલમાંથી રચાયો.
- મોરબી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાઓમાંથી રચાયો.
- ગીર સોમનાથ જુનાગઢમાંથી રચાયો.
- ૯ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ ૨૩ નવા તાલુકાઓની રચના કરવામાં આવી.
- ૨૮ ઓક્ટોબર ૨૦૧૩ ના રોજ ગરૂડેશ્વર તાલુકાની રચના કરવામાં આવી.
👉૨૦૧૭
- લીમખેડા તાલુકામાંથી સીંગવડ તાલુકાની રચના કરાઇ.
વિસ્તારો પ્રમાણે જિલ્લાઓ
મધ્ય ગુજરાત
મધ્ય ગુજરાત એ ભૌગોલિક રીતે ભારતના ગુજરાતના મધ્ય ભાગમાં આવેલો પ્રદેશ છે. તેના તમામ જિલ્લાઓ લગભગ સમાન બોલી, સંસ્કૃતિ અને વારસો ધરાવે છે.
તેમાં નીચેના જિલ્લાઓનો સમાવેશ થાય છે:
- અમદાવાદ
- વડોદરા
- આણંદ (ચરોતર તરીકે ઓળખાય છે)
- ખેડા
- પંચમહાલ
- દાહોદ
- છોટાઉદેપુર
- નર્મદા
ઉત્તર ગુજરાત
ગુજરાત રાજ્યનો ઉત્તરનો ભાગ ઉત્તર ગુજરાત તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં રાજ્યના
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાઓનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્ર
👉સૌરાષ્ટ્રમાં ગુજરાતના નીચેના જિલ્લા તેમજ વિસ્તારોનો સમાવેશ થાય છે:
- દેવભૂમિ દ્વારકા
- જામનગર
- મોરબી
- રાજકોટ
- પોરબંદર
- જુનાગઢ
- ગીર સોમનાથ
- અમરેલી
- ભાવનગર
- બોટાદ
- સુરેન્દ્રનગર
- અમદાવાદનો ભાગ {ધંધુકા તાલુકો}
ઐતહાસિક રીતે દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશના દીવ જિલ્લાનો પણ સૌરાષ્ટ્રમાં સમાવેશ થતો હતો
દક્ષિણ ગુજરાત
- સુરત
- ભરૂચ
- ડાંગ
- નર્મદા
- નવસારી
- તાપી
- વલસાડ
0 Comments