Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

surat district taluka list :: સુરત જિલ્લો બધી માહિતી

 

સુરત જિલ્લો

સ્થાપના :- ૧૯૬૦
સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે.
૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી તાપી જિલ્લો અલગ કરવામાં આવ્યો છે.
૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે સુરત જિલ્લો ગુજરાતના સૌથી વધુ વસતી ધરાવતા જિલ્લામાં બીજા ક્રમે છે.
સુરત જીલ્લો,  વિસ્તારની દ્રષ્ટી એ  રાજ્યમાં પ્રથમ છે.
સાક્ષરતા દર માં દેશમાં ૫૪ મો ક્રમ છે.  સાક્ષરતા દર ૮૯.૮૯ છે
સુરતને “ટેક્સટાઇલ સિટી” તરીકે પણ ઓળખવામાં આવે છે.
સુરત તેના ડાયમંડ બિઝનેસ માટે જાણીતું છે .(ડાયમંડ સિટી)
સુરત શહેરમાં મોટેભાગે બોલાતી ભાષા સુરતી ગુજરાતી ભાષા છે.
ગુજરાતમાં સુરત બીજૂ સૌથી મોટું શહેર છે અને ભારતમાં નવમું સૌથી મોટું શહેર છે. 




સુરત શહેરની સમૃદ્ધિથી આકર્ષાઇને છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઇ.સ. ૧૬૦૦ના અરસામાં સુરત શહેરમાં બે વખત લૂંટ કરવામાં આવેલ.
સુરત શહેરમાં ચોર્યોસી બંદરના વાવટા ફરકતા હોવાથી ચોર્યોસી નામ પડેલું.
ઇ.સ. ૧૬૧રમાં અંગ્રેજોએ ભારતભરમાં સૌ પ્રથમ સુરતમાં વ્‍યાપારી કોઠી સ્થાપી .
ઇ.સ. ૧૬૧૪માં ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપારના હક્કો મેળવેલ.





સુરત જિલ્લાની આજુબાજુ ભરૂચ,નવસારી, ડાંગ,ભરૂચ અને નર્મદા જીલ્લાની સરહદો આવેલી છે.
પશ્ચિમે અરબી સમુદ્ર આવેલ છે.
આ જિલ્લામાં કુલ ૯ તાલુકાઓ આવેલા છે.
ગામડાંઓ :- ૧૨૮૦
  •  બારડોલી
  •  કામરેજ 
  • મહુવા
  •  ઓલપાડ
  •  માંડવી (સુરત જિલ્લો)
  • પલસાણા 
  • માંગરોળ
  •  ઉમરપાડા 
  •  ચોર્યાસી

  સુરત જિલ્લાની મહત્વની વિગત


પાક     👉ઘઉં,જુવાર,શેરડી,તુવેર,કપાસ,ડાંગર,કઠોળઅને ફળો
ઉદ્યોગ 👉હીરા ઉદ્યોગ ,કાપડ ઉદ્યોગ ,જરી ઉદ્યોગ,ટેક્સટાઈલ ઉદ્યોગ
ખનીજ 👉 ચૂનો, કુદરતી વાયુ અને તેલ, લિગ્નાઈટ, લાઈમ સ્ટોન
નદીઓ 👉તાપી
બંદરો    👉 મગદલ્લા ,સુરત,હજીરા,ડુમ્મસ
અગત્યના સ્થળો    👉 બારડોલી ,ડુમસ ,હજીરા ઉકાઈ ઉતરાણ ,ઉધાન
જોવાલાયક સ્થળો 👉 સુરત હીરા ઉદ્યોગ ,કાપડ ઉદ્યોગ ,જરી ઉદ્યોગ, ડુમ્મસ .

 મહત્વના પ્રશ્નો

અંગ્રેજ સરકારની પહેલી વેપારી કોઠી ની સ્થાપના સુરતમાં કરવામાં આવી હતી.
સુરત તાપી કિનારે વસેલું શહેર છે. સુરત હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ અને જરી ઉદ્યોગ માટે ભારતભરમાં પ્રખ્યાત છે.
સુરત ગુજરાતનું અગ્રગણ્ય વેપારી મથક અને ઓદ્યોગિક શહેર છે.
ઉધનામાં રેયોન, જરી,અરીસા,ઘડિયાળ અને મશીન ટૂલ્સ ઉદ્યોગ વિકસ્યા છે.
એશિયાની સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ સુરતમાં આવેલી છે.
સુરત જીલ્લામાં દુબળા આદિવાસીઓનું હાલી નૃત્ય જાણીતું છે.
સુરતમાં સૌપ્રથમ પ્લેટોરિયમની સ્થાપના થઇ હતી.
બંદર-એ- મુબારક તરીકે સુરત ઓળખાય છે.
સુરત જિલ્લામાં સૌથી વધુ સિંચાઈ નહેરો દ્વારા થાય છે.
 વિશ્વના ૯૦ થી ૯૫ ટકા જેટલા હીરા સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે.
સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. 
 સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર, અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.
 ૨૦૦૮માં સુરત ૧૬.૫% જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું.

અમારા વોટ્સએપ ગ્રુપ માં જોડાવા માટે અહી ક્લિક કરો

👉CLICK HERE

આ લેખ માં કોઈ પણ પ્રકારની ભૂલ હોયતો કોમેન્ટ કરીને બતાવો 

THANK YOU







Post a Comment

0 Comments