ગાંધી આશ્રમ
👉સાબરમતી આશ્રમ ( જે હરિજન આશ્રમ, ગાંધી આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખાય છે)
👉અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલ છે
👉અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીએ કરી હતી.
👉ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું
👉મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી.
👉આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે.
👉ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલકાત લે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે.
સંગ્રહાલય
- ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતી 8 ભવ્ય કદની પેઈન્ટિંગ્સ અને ૨૫૦ કરતાં પણ વધારે તસવીરો સામેલ છે
- ‘અમદાવાદમાં ગાંધી’ ગેલેરીમાં ગાંધીજીનું ઈ.સ. ૧૯૧૫-૧૯૩૦ સુધીનું અમદાવાદમાં જીવન દર્શાવાયું છે.
- ભવ્યકદની ઓઈલ પેઈન્ટિંગ ગેલેરી
- પ્રદર્શનમાં ગાંધીજીના અવતરણો, પત્રો અને અન્ય અવશેષો બતાવવામાં આવે છે.
- ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ગાંધીજીના જીવન, કામ, ઉપદેશો, ભારતીય સ્વતંત્ર્તા ચળવળ અને તેને સંબંધિત વિષયો પર આશરે ૩૫ હજાર જેટલા પુસ્તકો અને ૮૦ જેટલા સામાયિકો ધરાવતું પુસ્તકાલય
સરદાર પટેલ સ્મારક ભવન
- સરદાર પટેલ સ્મારક ભવન એક સંગ્રહાલય અને પ્રદર્શન કેન્દ્ર છે જે ભારતીય સ્વતંત્રતા કાર્યકર અને રાજકીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલ માટે સમર્પિત છે
- મોતી શાહી મહેલ સરદાર ઓપન ગાર્ડન દ્વારા ઘેરાયેલ છે
- સરદાર ઓપન એર થીયેટરમાં પ્રસંગે બગીચામાં ડોક્યુમેન્ટરી ફિલ્મો બતાવવામાં આવે છે.ત્યાં મહેલની સામે સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમા છે.
- 'મોતી શાહી મહેલ' અમદાવાદ શહેરમાં મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા ૧૬૧૮ અને ૧૬૨૨ ની વચ્ચે બાંધવામાં આવ્યો હતો.
કાંકરિયા તળાવ
👉અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે.
👉તળાવનો પરિઘ આશરે ૨.૫ કિલોમીટર છે
👉કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે.(નગીના શબ્દનો અર્થ ઉર્દૂમાં સુંદર થાય છે)
👉કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલાં છે.
👉૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે.
સીદીસૈયદની જાળી
👉સીદી સૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદ મસ્જિદની એક દીવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે.
👉જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી કોતરવામાં આવી છે.
👉આ જાળી નક્શીકામનો બેજોડ નમૂનો ગણાય છે. મસ્જિદમાં આવી કુલ ૪ જાળીઓ છે.
👉આ જાળી ઈ.સ.૧૫૭૨-૭૩માં બંધાયેલી છે.
👉આ જાળી સીદી સૈયદ દ્વારા ગુજરાત સલ્તનતના સુલ્તાન શામ-ઉદ-દિન મુઝ્ફફર ખાન ત્રીજાના સરદાર બિલાલ ઝાઝર ખાન માટે બનાવી હતી
👉અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે
👉ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતીકમાં સ્થાન આપ્યું છે
જામા મસ્જિદ, અમદાવાદ
👉જામા મસ્જિદ કે જુમ્મા મસ્જિદ એ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે.
👉અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈ.સ. ૧૪૨૪માં બનાવડાવી હતી. મસ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ, તેમના પુત્ર, અને તેમના પૌત્રની કબર આવેલી છે જે અહમદ શાહ રોજા તરીકે ઓળખાય છે અને નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે જે રાણીના હજીરા તરીકે ઓળખાય છે
ઝૂલતા મિનારા
👉ઝૂલતા મિનારા અથવા મૂળ નામ સીદી બશીર મસ્જિદ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલ છે.
👉ઝૂલતા મિનારા નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવેલું છે.
👉એક મિનારા પર ચડીને એને હલાવવાથી બીજો મિનારો પણ થોડી ક્ષણોમાં હલે છે તેથી આ મિનારાનું નામ ઝૂલતા મિનારા પડ્યું છે.
👉આ મિનારા ત્રણ માળનાં બનેલા છે અને તેના છજાઓમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે.
👉મિનારાવાળી આ મસ્જિદનું બાંધકામ ૧૪૫૨માં પૂર્ણ થયું હતું.
👉૧૯૮૧માં કુતુબ મિનારમાં બનેલી દુર્ઘટના પછી આ મિનારાઓ પર ચડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મિનારાનો ઉપરનો ભાગ ક્ષતિગ્રસ્ત છે.
રિવર ફ્રન્ટ સાબરમતી
ગુજરાત સાયન્સ સીટી
સરખેજ રોઝા
👉સરખેજ રોઝા મકરબા ગામ નજીકમાં આવેલી એક સુંદર અને પૌરાણિક મસ્જિદ અને મઝાર સહિતની ઐતિહાસિક ઇમારત છે
👉સરખેજમાં એક સમયે પ્રભાવશાળી સૂફી સંત શેખ અહમદ ગંજબક્ષ રહેતા હતા, એ સમયે સરખેજ દેશમાં સૂફી સંસ્કૃતિ એક અગ્રણી કેન્દ્ર હતું
ભદ્રનો કિલ્લો
👉ભદ્રનો કિલ્લો ભારત દેશના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં આવેલો છે
👉તે ૧૪૧૧ની સાલમાં અહેમદ શાહ પહેલાએ બંધાવ્યો હતો.
👉એવું માનવામાં આવે છે કે કિલ્લાનું નામ મરાઠા કાળમાં સ્થાપાયેલા ભદ્ર કાળીના મંદિર પરથી પડ્યું છે જે લક્ષ્મીનું સ્વરૂપ છે
રાણીનો હજીરો
👉રાણીનો હજીરો જે મુગલાઇ બીબીનો મકબરો અથવા અહમદ શાહની રાણીઓની કબર તરીકે પણ જાણીતો છે.
👉અમદાવાદના માણેક ચોકમાં આવેલો કબરોનો સમૂહ છે.
👉કોતરણી વાળા પથ્થરોની બનેલ. ૩૬.૫૮ મીટરનું ચોરસ પ્રાંગણ કદાચ ૧૪૪૫ની સાલમાં બનેલ છે.
0 Comments