👉વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે.
👉વડોદરાનું જૂનું નામ વટપદ્ર છે
👉વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ(સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાંં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર 'વટસ્ય ઉદરે' કળક્રમે અપભ્રંશ થતાંં થતાંં વડોદરા થઈ ગયું છે
👉અંગ્રેજીમાં લોકો ઘણીવાર તેને બરોડા કહીને પણ બોલાવે છે
👉આ નગર ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું
👉ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે.
👉ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે.
👉વડોદરાને ભારતની 'સંસ્કાર નગરી' તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઇતિહાસ
👉વડોદરાનો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ઇસ ૮૧૨માં વટપદ્ર નામે થયેલો છે.
👉ઇ. સ. ૧૭૨૧માં પીલાજી ગાયકવાડ મુઘલ સામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબજો મેળવી વડોદરાને મરાઠી શાસન હેઠળ લાવ્યા.
👉ઇ. સ. ૧૭૬૧માં, મરાઠા સામ્રાજ્યના પેશ્વાનો અફધાનો સામે પાણીપતનાં યુધ્ધમાં પરાજય પછી વડોદરાનું શાસન ગાયકવાડોના હસ્તક આવ્યું.
👉ઇ. સ. ૧૮૦૨માં બ્રિટિશરો સાથે સંધિ પછી વડોદરા, બ્રિટીશ સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન હસ્તક રહ્યું.
👉સયાજીરાવ ગાયકવાડે, ઇ. સ. ૧૮૭૫માં ગાદી સંભાળી.
👉ઇ. સ. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યું.
વડોદરા જિલ્લાની મહત્વની માહિતી
⇒વડોદરા, અમદાવાદ-મુંબઇ અને મુંબઇ-દિલ્લી રેલમાર્ગ પર આવેલ શહેર છે
⇒વિશ્વામિત્રી નદી ને કાંઠે વસેલું આ શહેર, વડોદરા જિલ્લાનું તેમ જ વડોદરા તાલુકાનું વહીવટી મથક છે .
⇒વડોદરા જિલ્લાની ઉત્તરે પંચમહાલ તથા દાહોદ,
⇒દક્ષિણે ભરૂચ તથા નર્મદા
⇒પશ્ચિમે આણંદ તથા ખેડા જિલ્લાઓ આવેલા છે.
⇒પૂર્વમાં મધ્ય પ્રદેશ રાજ્ય આવેલું છે.
⇒નવો છોટાઉદેપુર જિલ્લો વડોદરા જીલ્લાની પૂર્વમાં અસ્તિત્વમાં આવ્યો છે.
⇒વસ્તીને આધારે વડોદરા, અમદાવાદ અને સુરત પછી ગુજરાતનું ત્રીજા ક્રમનું શહેર છે.
⇒વડોદરા જિલ્લામાં 8 તાલુકા છે.
👉વડોદરા 👉ડભોઇ 👉કરજણ 👉પાદરા
👉સાવલી 👉શિનોર 👉વાઘોડિયા 👉ડેસર
૫૪૦ ગ્રામ પંચાયત
વાહન વ્યવહાર
👉હવાઇ માર્ગ વડોદરા હવાઇ મથક મુંબઇ, દિલ્લી, બેંગલોર અને અમદાવાદ સાથે હવાઇ માર્ગે જોડાયેલ છે.
👉રેલ માર્ગ વડોદરા, પશ્ચિમ રેલ્વેનું સૌથી મહત્વપૂર્ણ જંકશન છે.
👉ધોરી માર્ગ ભારતના સૌથી વ્યસ્ત મનાતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ અને દ્રુતગતિ માર્ગ નં.૧ પર આ શહેર વસેલું છે
GENERAL KNOWLEDGE
પાક:- કપાસ,ડાંગર,જુવાર,મગફળી, ઘઉં,બાજરી
ઉદ્યોગ:- કાપડ, રસાયણ,દવાઓ,કાચ,એન્જીનીયરીંગ,રાસાયણિક ખાતર,મત્સ્ય,ડેરી ઉદ્યોગ અને પ્રેટ્રોકેમિકલ્સ
ખનીજ:- ખનીજતેલ, કોસ્તિક સોડા ખાર,આરસ
નદીઓ:- વિશ્વામિત્રી, ઢાઢર, ઓરસંગ, હીરહા,ભૂખી, ભારજ ,ગોમા,
અગત્યના સ્થળો : છોટાઉદેપુર,ડભોઇ ,સંખેડા ,બાવજા ,વાઘોડિયા ,પાદરા ,કરજણ
જોવાલાયક સ્થળો : લક્ષ્મીવિલાસ પેલેસ (વડોદરા ) હીરા ભાગોળની વાવ,સુરસાગર તળાવ,આજવા તળાવ, મોહમદ તળાવ,પ્રતાપ વિલાસ પેલેસ, કિર્તીમંદિર,કમાટીબાગ ,કાયાવરોહણ
મહત્વની માહિતી
👉વડોદરા પેશ્વા ગાયકવાડ ની રાજધાની હતી.
👉વડોદરા શહેર વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું શહેર છે.
👉વડોદરા ‘ મહેલોના શહેર’ તરીકે ઓળખાય છે.
👉વડોદરા એમ.એસ.યુનિવર્સિટી તથા સરકારી મેડીકલ કોલેજ આવેલી છે.
👉ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય સેન્ટ્રલ લાઈબ્રેરી,વડોદરામાં આવેલી છે.
👉ગુજરાત ઈકોલોજીકલ કમીશન વડોદરામાં આવેલ છે.
👉રેલ્વે ટ્રેઈનીંગ કોલેજ વડોદરામાં આવેલી છે.
👉લાલ રંગનો ડોલોમાઈટ આરસ છુછાપુરમાં આવેલ છે.
👉ગુજરાત ઉર્જા વિકાસ નિગમ વડોદરામાં કાર્યરત છે.
👉શૈક્ષણિક પ્રવૃતિમાં વડોદરા અગ્રેસર રહ્યું છે.
👉વડોદરા રાજ્ય માં સયાજીરાવ ગાયકવાડે ફરજીયાત પ્રાથમિક શિક્ષણ કર્યું હતું.
👉વડોદરામાં આઈ.પી.સી.એલ રીફાઈનરી (પેટ્રોલ બનાવટો) આવેલી છે.
👉વડોદરામાં બાજવા ખાતે જી.એસ.એફ.સી. ખાતરનું મોટામાં મોટું કારખાનું આવેલું છે.
👉સારાભાઇ કેમિકલ્સ (દવાઓ અને મશીનરી બનાવવાનું કારખાનું) તથા એલેમ્બિક (દવાઓ બનાવવાનું કારખાનું) આવેલું છે.
👉ગુજરાતનું સૌપ્રથમ રેડિયો કેન્દ્ર વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે શરૂ કર્યું હતું.
અમારા વોટ્સએપ ગ્રુપ માં જોડાવા માટે અહી ક્લિક કરો
આ લેખ માં કોઈ પણ પ્રકારની ભૂલ હોયતો કોમેન્ટ કરીને બતાવો
THANK YOU
0 Comments