Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

અમદાવાદ જીલ્લો - બધી માહિતી | All information of Ahmedabad

 

અમદાવાદ જિલ્લો

👉અમદાવાદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે.
👉સાબરમતી નદીના કિનારે આવેલું તેમ જ રાજ્યનું સૌથી મોટું શહેર છે.
👉અમદાવાદ શહેરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા 'જિલ્લા પંચાયત ભવન' ખાતે જિલ્લા પંચાયતની વહીવટી કચેરીનું વડુમથક છે.
👉અમદાવાદ જિલ્લાની ઉત્તર દિશામાંની સીમાઓ પર મહેસાણાસાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાઓ આવેલા છે. 
👉 પૂર્વ દિશામાંની સીમા પર ખેડા જિલ્લો
👉દક્ષિણ દિશામાંની સીમા પર ખંભાતનો અખાત અને ભાવનગર જિલ્લો
👉શ્ચિમ દિશામાની સીમાઓ પર સુરેન્દ્રનગર જિલ્લો આવેલા છે.

                                   
                          


ઇતિહાસ

        આજથી એક હજાર વર્ષ પૂર્વ આશાવલ નામનું સમૃઘ્ધ નગર અસ્તિત્વમાં હતુ. આશા નામના ભીલોના રાજાના નામ ઉપરથી આશાવલ નામ પડયું હતું. આ નગર પાટણ અને ખંભાતથી ઉત્તર ગુજરાતનું એક સારું નગર હતું. આશાવાલમાં જૈન અને બ્રાહ્મણોનાં મંદિરો હતા. કાળક્રમે વેપારની દ્રષ્ટિએ અને લશ્કરી વ્યૂહત્મકતાની દ્રષ્ટિએ આ નગર અગત્યનું સ્થાન બન્યું.

👉અમદાવાદ જિલ્લો બ્રિટિશ શાસન સમયે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો.


જીલ્લા ની મહત્વની વિગતો


 

 👉 વસ્તી: 74,86,573             👉  વિસ્તાર: 8087 sq km              

👉  વસ્તી: 74,86,573              👉 બ્લોક: 15                    

👉  ગામડાઓ: 556                 👉પોલીસ સ્ટેશન: 46

 👉સાક્ષરતા દર: 86:65%         👉   ભાષા: 3                                   

👉  મ્યુનિસિપલ કોર્પોરેશન: 1 

GENERAL KNOWLEDGE

👉ભારતનું માન્ચેસ્ટર ગણાતું અમદાવાદની સ્થાપના ઈ.સ.૧૪૧૧ માંએહમદશાહ બેગડાએ કરી હતી.  
👉અમદાવાદ સાબરમતીની કિનારે વસેલું ગુજરાતનું સૌથી મોટું શહેર છે. 
👉ગુજરાત રાજ્યનું પ્રાચીન પાટનગર અમદાવાદ ( ૧૯૬૦ થી ૧૯૭૦) હતું.  
👉અમદાવાદનું પ્રાચીન નામ કર્ણાવતીનગર હતું.  
👉અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ બાદશાહ અહમદશાહ (ઈ.સ.૧૪૨૩) બંધાવી હતી.  
👉ગુજરાતનું સૌપ્રથમ ક્લોથ માર્કેટ અમદાવાદમાં સ્થાપાયું હતું.  
👉અમદાવાદમાં આવેલી આઈ.આઈ.એમ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે.  

👉ભારતમાં વસ્તીની દ્રષ્ટીએ અમદાવાદ સાતમાં નંબરનું અને ગુજરાતમાં પ્રથમ શહેર છે .  
👉ઈ.સ.૧૯૪૭માં વેધશાળા ની સ્થાપના અમદાવાદમાં થઇ હતી. 
👉ગૂજરાત વિધાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ઈ.સ.૧૯૬૩માં મળ્યો હતો. 
👉અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન( એ.એમ.સી) ની સ્થાપના ૧૯૫૦માં થઇ હતી.  
👉અમદાવાદના પ્રથમ મેયર ચીનુભાઈ બેરોનેટ હતા.  
👉હડપ્પા સંસ્કૃતિ બંદર ભોગાવો નદીને કાંઠે લોથલ બંદરે આવેલ છે. 
👉ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય નળ સરોવર આ જિલ્લામાં આવેલ છે.  
👉ધોળકા તાલુકાના વૌઠા સાત નદીઓનું સંગમસ્થાન થાય છે.ત્યાં પશુઓનો મેળો (વૌઠાનો મેળો)પ્રચલિત છે. 
👉સાબરમતી નદીના કિનારે દધીચિ રૂષિનો આશ્રમ આવેલો છે.  
👉શેખઅહેમદ ખટુ ગંજબક્ષ નામના મુસ્લિમ સંતના હાથે અમદાવાદ શહેરનો પાયો નખાયો.  
👉ઈ .સ .1411 માંનખાયો હતો સ્વતંત્રતા સમયે ગાંધીજીની કર્મભુમિ હતું .  
👉મહાભારત સમયનું વિરાટનગર મનાતું ધોળકા તેના જામફળ અને દાડમના બગીચાઓ માટે જાણીતું છે 
👉‘ અટીરા’ ( અમદાવાદ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રિસર્ચ એસોસીએશન) ( કાપડ અંગેનું સંશોધન) સંસ્થા અમદાવાદમાં આવેલી છે. 
👉ભારતભરમાં આર્કિટેક્ચરના અભ્યાસ માટે જાણીતી સંસ્થા ‘ CEPT ‘ ( સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી સ્થાપના-૧૯૬૩) અમદાવાદમાં આવેલી છે. 
👉અવકાશ સંશોધન ક્ષેત્રે કામ કરતી સંસ્થા સ્પેશ એપ્લીકેશન સેન્ટર (SAC) અમદાવાદમાં આવેલી છે.  

                                



Post a Comment

0 Comments