લક્ષ્મી વિલાસ મહેલ
➤લક્ષ્મી વિલાસ મહેલ એ વડોદરા માં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલ નું નામ છે.
➤૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમ પર બાંધવામાં આવ્યો હતો.
➤મહેલ જયારે બંધાયો હતો ત્યારે તેની અંદાજિત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ હતી જે હાલ ના ૨૮૪૨૨૯૫૧.૦૦ રૂપિયા થાય
મોતીબાગ મેદાન, વડોદરા
➤મોતી બાગ સ્ટેડિયમ એક ક્રિકેટ સ્ટેડિયમ છે જે વડોદરા, ગુજરાત ખાતે સ્થિત થયેલ છે.
➤આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા ૧૮,૦૦૦ વ્યક્તિઓ જેટલી છે.
મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
➤મહારાજા સયાજીરાવના પૌત્ર શ્રી પ્રતાપસિંહ રાવ ગાયકવાડે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી.
➤આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની રાજધાનીના શહેર વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પહેલા બરોડા વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત હતી.
➤વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં મહારાજા સયાજીરાવ ત્રીજાનું પૂતળું.
સયાજી બાગ (કમાટી બાગ)
➤સયાજી બાગ અથવા કમાટી બાગ નામે જાણીતો આ બાગ વડોદરા શહેરમાં આવેલો છે.
➤આ બાગ વિશ્વામિત્રી નદીને કિનારે આશરે ૧૧૩ એકર જમીનમાં ફેલાયેલ છે.
➤આ બાગ મહારાજા સયાજીરાવે ૧૮૭૯ની સાલમાં બનાવ્યો હતો
સરદાર પટેલ પ્લેનેટેરીયમ
➤સરદાર પટેલ પ્લેનેટેરીયમ એ વડોદરા શહેરમાં સયાજીબાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલ છે.
➤ પ્લેનેટેરીયમની બાંધણી પિરામીડ આકારની છે.
➤પ્લેનેટેરીયમમાં સૂર્યગ્રહણ તેમજ ચંદ્રગ્રહણના દિવસે તેમ જ ખાસ અવકાશી ઘટનાઓને દિવસે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે.
કીર્તિ મંદિર, વડોદરા
➤કીર્તિ મંદિર ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા આવેલ છે.
➤મહારાજા સયાજીરાવ ત્રીજા દ્વારા ૧૯૩૬ની સાલમાં વિશ્વામીત્રી નદીના કિનારે પોતાના પુર્વજોની યાદમાં બનાવેલ સ્મારક છે.
➤કીર્તિ મંદિર અંગ્રેજીના અક્ષર "E" ના આકારમાં પથ્થરથી બનેલ ઝરુખા સભર ઇમારત છે
મહારાજા ફતેહસિંહ મ્યુજીયમ
➤મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ ગુજરાત રાજ્યના વડોદરા શહેરના રાજમહેલ વિસ્તારમાં લક્ષ્મી વિલાસ મહેલ ના પ્રાંગણ માં આવેલ છે.
➤મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમમાં ફક્ત ભારતીય કલાના નહિ પરંતુ ચાઇનીઝ, જાપાનીઝ, રોમન વગેરે સંસ્કૃતિના પણ માહીર કલાકારો ની કલાકૃતિ સાચવવામાં આવેલ છે
કુત્બુદ્દીન મુહમ્મદ ખાનનો મકબરો
➤હજીરા અથવા મકબરા તરીકે ઓળખાતો કુત્બુદ્દીન મુહમ્મદ ખાનનો મકબરો ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવેલું એક સ્મારક છે
➤મુઘલ બાદશાહ અકબર દ્વારા નિમાયેલા ગુજરાતના સુબા કુત્બુદ્દીન મુહમ્મદ ખાનની કબર આવેલી છે.
પ્રતાપ વિલાસ મહેલ
➤આ મહેલ ઇ. સ. ૧૯૧૪ની સાલમાં બનાવવામાં આવ્યો હતો.
➤આશરે ૫૫ એકર જમીનમાં બગીચા અને ઘાસની લીલીછમ ચાદર વચ્ચે પ્રતાપ વિલાસ મહેલ આવેલ છે.
➤હાલમાં આ મહેલ ભારતીય રેલ્વેની સ્ટાફ કોલેજમાં રુપાંતરિત થઇ ગયેલ છે.
➤આ કોલેજ ભારતીય રેલ્વેમાં જોડાયેલ નવા તેમ જ જુનાં ઓફિસર અને એક્ઝીક્યુટીવ કક્ષાનાં માણસોને તાલિમ આપે છે.
સીંધરૉટ
➤સીંધરોટ એ વડોદરાની પાસે આવેલુ નાનુ ગામ છે.
➤સીંધરોટ નજીકની ટેકરીઓ ઉપર 'કુદરત સંરક્ષણ કેન્દ્ર' (Nature Preserve Center) વિકસાવેલું છે
➤કુદરતના સૌદર્યને માણવા માટે અહીં ૩ માંચડા પણ બાંધેલા છે.
➤આ કેન્દ્રમાં નીલગાયોનો વસવાટ છે.
દક્ષિણામૂર્તિ મંદિર
➤ઇ.એમ.ઇ. (EME) મંદિર અથવા દક્ષિણામૂર્તિ મંદિર પશ્ચિમ ભારતમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લામાં આવેલ છે.
➤આ સંપૂર્ણપણે એલ્યુમિનિયમનાં પતરામાંથી બનેલ છે.
➤ આ મંદિર ભારતીય લશ્કરના ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનીકલ એન્જિન્યરીંગ વિભાગના તાલિમ મથકના વિસ્તારમાં આવેલું છે.
અમારા વોટ્સએપ ગ્રુપ માં જોડાવા માટે અહી ક્લિક કરો
આ લેખ માં કોઈ પણ પ્રકારની ભૂલ હોયતો કોમેન્ટ કરીને બતાવો
THANK YOU
0 Comments