ભાવનગર જિલ્લો
➤ભાવનગર જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલ છે
➤ભાવનગર રાજયની સ્થાપના ઇ. સ. ૧૭૨૩ વૈશાખ સુદ ૩ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજીએ કરી હતી.
➤ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ભાવનગરનું અંતર ૨૨૦ કિ.મી. છે.
➤ભાવનગર ખંભાતના અખાતની પશ્ચિમે આવેલ છે.
➤૨૦૧૧ની વસ્તી ગણત્રી પ્રમાણે ભાવનગરની વસ્તી ૫,૯૩,૭૬૮ લોકોની હતી.
➤સાક્ષરતા દર ૮૬% જે રાષ્ટ્રીય઼ સરેરાશ ૫૯.૫ કરતા ઘણો વધારે છે.
➤ભાવનગર પાસે આવેલું અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.
➤હાલમાં રાજવી કુટુંબના સભ્યોમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી સંયુક્તાકુમારી, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને રાજકુમારી બ્રિજેશ્વરીકુમારી છે
➤દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા
તાલુકાઓ
➤ભાવનગર જિલ્લામાં ૧૦ તાલુકાઓ આવેલા છે.
- ઉમરાળા
- ગારીયાધાર
- ઘોઘા
- જેસર
- તળાજા
- પાલીતાણા
- ભાવનગર
- મહુવા
- વલ્લભીપુર
- સિહોર
➤આ જિલ્લામાં 800 જેટલા ગામો છે.
➤ઓગસ્ટ ૨૦૧૩માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકો અને ગઢડા તાલુકો ઓછા થયા હતા.
- ઢેબરા-તેરસનો મેળો, પાલિતાણા
- રૂવાપરીનો મેળો
- શીતળાદેરીનો મેળો
- શ્રી નિષ્કલંક મહાદેવનો મેળો
- માળનાથ મહાદેવનો મેળો
- ગૌતમેશ્વર મહાદેવનો મેળો, શિહોર
પરિવહન
➤ભાવનગર શહેરમાં ભાવનગર હવાઇ મથક આવેલું છે, જ્યારે ભાવનગર જૂના બંદર, ભાવનગર નવા બંદર, ઘોઘા અને સરતાનપર ભાવનગર જિલ્લામાં આવેલા બંદર છે. .
અલંગ
અમારા વોટ્સએપ ગ્રુપ માં જોડાવા માટે અહી ક્લિક કરો
આ લેખ માં કોઈ પણ પ્રકારની ભૂલ હોયતો કોમેન્ટ કરીને બતાવો
THANK YOU
0 Comments