Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

ગાંધીનગર જીલ્લો - બધી માહિતી | All information of Gandhinagar | gandhinagar gk |

 

ગાંધીનગર જિલ્લો

➤ગાંધીનગર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક જિલ્લો છે.
ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક ગાંધીનગર શહેરમાં આવેલું છે.
ગાંધીનગર ગુજરા રાજ્યનું પાટનગર છે. 
ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું.
ગાંધીનગર શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ હતી. 
ઇ.સ. ૧૯૭૧ થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું
આ સમયે (૧૯૭૧) મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઈ હતા. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.
ગાંધીનગર શહેરને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. 
સેક્ટર ક, ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા  રસ્તા આવેલા અને રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, 
સેક્ટર ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ નામના આડા રસ્તા આવેલા અને રોડની દિશા પૂર્વ-પશ્ચિમ છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ગાંધીનગર જિલ્લાની વસ્તી ૧૩,૮૭૪૭૮ છે.
૨૦૦૧-૨૦૧૧ના દાયકામાં વસ્તી વધારાનો દર ૧૨.૧૫% રહ્યો હતો.
જિલ્લામાં સાક્ષરતા દર ૨૦૦૧માં ૭૬.૫% હતો જે ૨૦૧૧માં ૧૦ ટકા જેટલો વધીને ૮૫.૭૮% થયો હતો.
ગાંધીનગર જિલ્લાની વસ્તી સ્વાઝીલેન્ડ દેશની વસ્તી અથવા યુ.એસ.ના હવાઇ રાજ્ય જેટલી છે.

stopping coronavirus in Gandhinagar Gujarat have some planning– News18  Gujarati

ગાંધીનગર જિલ્લો ઉત્તરપૂર્વમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓ આવેલ છે
ગાંધીનગર જિલ્લો દક્ષિણપૂર્વમાં ખેડા, દક્ષિણપશ્ચિમમાં અમદાવાદ  જિલ્લાઓ આવેલ છે
ગાંધીનગર જિલ્લો ઉત્તર પશ્ચિમમાં મહેસાણા જિલ્લાઓ આવેલ છે.




ગાંધીનગર જિલ્લામાં ચાર તાલુકાઓનો સમાવેશ થાય છે.
  • દહેગામ
  • ગાંધીનગર
  • કલોલ
  • માણસા

ગાંધીનગર જિલ્લાના કુલ ગામો 216 છે.

મહત્વની વિગત

નદીઓ :-  સાબરમતી,  ખારી,  મેશ્વો,  વાત્રક
મુખ્ય પાકો :-  જુવાર,  ડાંગર,  બાજરી,  ઘઉં,  મગ,  એરંડા,  વરીયાળી,  બટાકા
ઉદ્યોગો:- ડેરી ઉદ્યોગ,  રાસાયણિક  ખાતર,  ઈલેક્ટ્રોનિક્સ,  ખેતીના  ઓજારો,  પાક  સંરક્ષણ  દવાઓ,
જોવાલાયકસ્થળો:- અક્ષરધામ,  ઇન્દ્રોડા  પાર્ક,  અડાલજની  વાવ,  થોળ  પક્ષી,  અભ્યારણ,  બરફનું  શિવલિંગ–અમરનાથ,  ઘંટાકર્ણ  મહાવીર  (મહુડી)

GENERAL KNOWLEDGE

ગાંધીનગર સાબરમતીને કિનારે વસેલું છે,
ગુજરાતનું પાટનગર  ગાંધીનગર  સુઆયોજિત  શહેર  છે.
આ શહેર  30  સેક્ટરોમાં  વહેચાયેલું  છે.
સરિતા ઉદ્યાન  વગેરે  અનેક  બગીચાઓ  જોવાલાયક  છે.
સેક્ટર 20 માં  આવેલું  ‘અક્ષરધામ’  વિશ્વભરમાં  પ્રખ્યાત  છે.
અનેક વિશાળ  સરકારી  ઓફિસો  આવેલી  છે.
ગાંધીનગરથી થોડે  દુર  અડાલજની  વાવ,  ફનવર્લ્ડ,  ઇન્દ્રોડા  પ્રાકૃતિક  શિક્ષણ  કેન્દ્ર  અને ડાયનાસોર પાર્ક,  વિધાનસભા  ગૃહ,ધોળેશ્વર મહાદેવ  જોવાલાયકસ્થળો છે.
ગાંધીનગર જિલ્લાના મહુડી જૈન મંદિર ઘંટાકર્ણ મંદિર આવેલું છે જેની સુખડીની પ્રસાદી પ્રખ્યાત છે.
અડાલજમાં અડાલજની  વાવ  રાણી  રૂડાબાઈએ  બંધાવેલી  છે. તેની લંબાઈ ૮૪ મીટર છે.
પંડિત દિન દયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટી જે રાયસણમાં આવેલી છે.
જૈન આરાધના કેન્દ્ર કોબામાં આવેલ છે.
ગાંધીનગરમાં ગીફ્ટ સિટી( ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક- સીટી ) આવેલી છે.
ગાંધીનગર જીલ્લાના રૂપાલમાં આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીના મંદિરે શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે.
પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટીટયુટ સંસ્થા ભાટ, ગાંધીનગર આવેલી છે.
નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી(NIFD) સંસ્થા ગાંધીનગરમાં આવેલી છે.

અમારા વોટ્સએપ ગ્રુપ માં જોડાવા માટે અહી ક્લિક કરો

👉CLICK HERE

આ લેખ માં કોઈ પણ પ્રકારની ભૂલ હોયતો કોમેન્ટ કરીને બતાવો 

THANK YOU



Post a Comment

0 Comments