- Get link
- X
- Other Apps
પાલીતાણાના જૈન મંદિરો
⮞પાલીતાણાના જૈન મંદિરો
એ
ગુજરાતના
ભાવનગર જિલ્લામાં
આવેલ
પાલીતાણા
શહેરની શત્રુંજય ટેકરી ઉપર આવેલ જૈન મંદિર સંકુલ છે.
⮞
આરસમાં કોરણી ધરવતા ૮૬૩ મંદિરો છે તેમનો સમાવેશ મુખ્ય ૯ સંકુલોમાં થયેલો છે
⮞
મુખ્ય મંદિર પ્રથમ તીર્થંકર
ઋષભદેવને
સમર્પિત છે
⮞
મુખ્ય મંદિર સુધી પહોંચવા ૩૫૦૦ પગથિયાં ચડવા પડે છે.
⮞
હિંગરાળ અંબિકાદેવી કે હિંગળાજ માતા આ ટેકરીની અધિષ્ઠાતા દેવી મનાય છે.
⮞
આ ટેકરીઓ ઉપર અંગાર પીર નામના એક મુસ્લિમ સંતની દરગાહ પણ છે. કહેવાય છે કે ૧૪મી સદીના શરૂઆતના મુસ્લીમ આક્રમણ સમયે તેમણે આ મંદિરોની રક્ષા કરી હતી હતી.
⮞
શત્રુંજય ટેકરીઓની દક્ષિણે
ખંભાતનો અખાત
આવેલો છે અને ઉત્તર તરફ
ભાવનગર
શહેર આવેલું છે અને વચ્ચે
શેત્રુંજી નદી
વહે છે.
પાલીતાણાના મંદિરો ૧૧મી સદીથી શરૂ કરીને ૯૦૦ વર્ષના સમયગાળામાં બંધાયા છે.
શ્રી નિષ્કલંક મહાદેવ કોળિયાક
⮞
નિષ્કલંક મહાદેવ
મંદિર ભાવનગર જિલ્લાના
કોળિયાક
ખાતે આવેલું શિવ મંદિર છે.
⮞
હિંદુ
ધર્મની માન્યતા અનુસાર
મહાભારતના
યુધ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા અને
કોળિયાક
ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરી હતી
⮞
દર વર્ષે
શ્રાવણ
વદ ચૌદશે તથા ભાદરવી અમાસને દિવસે અહીં પરંપરાગત રીતે લોકમેળો યોજાય છે. આ દિવસે મંદિરને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે.

ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)
⮞
ખોડિયાર મંદિર - રાજપરા
ભારત
દેશનાં પશ્ચિમે આવેલા
ગુજરાત
રાજ્યનાં
ભાવનગર જિલ્લા
નાં
સિહોર તાલુકાનાં
રાજપરા
ગામે આવેલ છે.
⮞
મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે.
⮞
આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે.
⮞
રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યુ હતું.
⮞
ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગરનાં રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતાં.

અલંગ
⮞
અલંગ
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના
ભાવનગર જિલ્લાના
તળાજા તાલુકામાં
આવેલું નગર છે.
⮞
અરબ સાગરમાં આવેલા ખંભાતના અખાતમાં દરિયાકિનારે આવેલું નગર છે.
⮞
અંગ્રેજી
ભાષામાં
અલંગ
ને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે.
⮞
એશીયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે.
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
⮞
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
એ
ભારત
દેશના પશ્ચિમ ભાગમાં
આવેલું છે.
⮞
ગુજરાત રાજ્યમાં
આવેલ
ભાવનગર જિલ્લાના
વલ્લભીપુર તાલુકાના
વેળાવદર
ગામની પાસે આવેલું છે.
⮞
ઇ. સ. ૧૯૭૬ના વર્ષમાં સ્થાપિત આ ઉદ્યાન
સૌરાષ્ટ્ર
પ્રદેશના ભાલ ક્ષેત્રમાં આવેલ છે
⮞
આ
ભાલ વિસ્તારમાં
આવેલાં ઘાસનાં મેદાનો કાળિયારને ખુબ જ માફક આવે છે
⮞
ખંભાતના અખાતને કિનારે આવેલ આ ક્ષેત્ર ૩૪.૦૮ ચો કિમી જેટલું મોટું છે
⮞
આ સ્થળ પહેલાં ભાવનગરના રજવાડાની "વીડી" (ઘાસ ભૂમિ) હતી.
⮞
આ ઉદ્યાનની પ્રાણી સૃષ્ટિમાં ખાસ કરીને કાળિયાર, વરુ, લોમડી, શિયાળ, સસલા, જંગલી બિલાડી મુખ્ય પ્રાણીઓ છે.

ગોપનાથ (તા. તળાજા)
⮞
ગોપનાથ
ગામ ભારતના
ગુજરાત
રાજ્યનાં
ભાવનગર જિલ્લામાં
તળાજા તાલુકામાં
દરિયા કિનારે આવેલું ગામ છે
⮞
ગોપનાથ ગામમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમ્યાન બનાવેલું મનાતું ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે.
⮞
૧૯૮૧ના ઓગષ્ટ મહીનામાં મંદીરનું સુંદર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે.
⮞
ઇ.સ. ૧૯૭૫થી પહેલી દીવાદાંડીના બંધ થવા સાથે આ દીવાદાંડી નું કાર્ય શરૂ થયું. હાલમાં પણ કામ આપે છે.
હાથબ (તા.ભાવનગર)
⮞
ગુજરાત રાજ્યના
ભાવનગર જિલ્લામાં
આવેલા
ભાવનગર તાલુકા
માં આવેલું એક ગામ છે
⮞
ભાવનગરથી
૩૦ કિલોમિટર દૂર આવેલું આ દરિયાઇ ગામ હવા ખાવાનું સ્થળ છે.
⮞
ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા હાથબમાં ઉત્ખનન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે
⮞
રાજાશાહી સમયમાં અહીં ભાવનગરના રાજવીએ સોનેરી રેતી વાળા દરિયા કિનારે એક બંગલો બનાવેલો જે હાથબ બંગલા
તરીકે ઓળખાય છે.
⮞
૧૯૮૫માં અહિંયા ગુજરાત રાજ્યનું પ્રથમ દરિયાઈ કાચબા ઊછેર કેંદ્ર
દીપકભાઈ પ્ર. મેહતાએ
ગુજરાત વન વિભાગના સહયોગથી બનાવેલું.
મહુવા
⮞
મહુવા અરબી સાગર ના ઉત્તર કિનારે દરિયા કાંઠે વસેલું શહેર છે
⮞
શહેરમાં
માલણ નદી
વહે છે
⮞
ડુંગળી માટે જાણીતા મહુવામાં ડિહાઇડ્રેશન-Dehydration ના કારખાના ઝડપભેર વિકસી રહ્યા છે
⮞
મહુવામાં આવેલું ભવાની માતાનું મંદિર પ્રખ્યાત છે
આ લેખ માં કોઈ પણ પ્રકારની ભૂલ હોયતો કોમેન્ટ કરીને બતાવો
THANK YOU