અક્ષરધામ
👉અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર ૨૦ માં આવેલું છે
👉અક્ષરધામની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે.
👉અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે.
👉મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં સત્ ચિત્ આનંદ વોટર શો, સહજાનંદ વન બાગ (૬,૪૫,૬૦૦ સ્ક્વેર ફૂટ), આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે. ત્યાં વિકલાંગો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ છે.
![હું ગુજરાતી: ગાંધીનગર](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhwLr8iD29_5lIcMu89aFRfdMKpsXCDkt0t-Fk-jkq_-5gMmF7CRqysGeJUsDcGl4-A3GAQu0amoJiR2KW6euOSAC0CF-YhZp805pZavvCVdfnMlIb3S9DT0Jy7dlhpW2A2y01AN_eTGJYQ/s1600/07-1.jpg)
ગુજરાત વિધાનસભા
👉ગુજરાત વિધાનસભા એ ભારત દેશના ગુજરાત રાજ્યની એક સદનવાળી ધારા સભા છે.
👉ધારાસભાના ૧૮૨ ધારાસભ્યો ગુજરાત રાજ્યનાં ૧૮૨ મતદાન વિસ્તારમાંથી સીધા ચૂંટાઇને આવે છે.
👉વડોદરાની રાવપુરા બેઠક પરથી ચુંટાયેલા ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાત વિધાનસભાના ૧૮મા અધ્યક્ષ છે.
![ગુજરાત વિધાનસભા બજેટ સત્રઃ સરકાર 8 બિલ રજુ કરશે, 16 દિવસમાં 20 બેઠક મળશે | Gujarat News in Gujarati](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/2019/07/01/222625-guj-vidhan.jpg)
ઇન્ફોસિટી
👉ઇન્ફોસિટી, ગાંધીનગર એ ગાંધીનગરમાં આવેલો સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક (STP) છે.
👉૧૯૮૬માં ભારતમાં વધતી જતી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની માંગને પહોંચી વળવા માટે ભારત સરકારે સોફ્ટવેર ટેકનોલોજી પાર્કની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો, જે કારણે ગાંધીનગરમાં પણ આવા પાર્કની સ્થાપના થઇ હતી.
![Gujarat to set up special complex to house IT companies](https://cdn.dnaindia.com/sites/default/files/styles/full/public/2018/07/18/706022-infocity-gujarat-071818.jpg)
સેક્ટર ૨૮ નો બગીચો (ગાંધીનગર)
👉આ બગીચો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટનગર એવા ગાંધીનગર શહેરમાં સેક્ટર ૨૮ ખાતે આવેલો છે.
👉આ ઉદ્યાનમાં ફુલછોડ, વૃક્ષો તેમ જ લીલીછમ ચાદર બિછાવી હોય તેવી લોન ઉગાડવામાં આવેલી છે.
👉બાળકોને રમત અને મનોરંજન મળે તેવી અનેક સગવડો આ ઉદ્યાનમાં જોવા મળે છે
![Sector 28 Garden - Virtual Ahmedabad](https://www.virtualahmedabad.com/wp-content/uploads/2018/12/sector-28-logo.jpg)
ઈંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય
👉ઇંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય કે જે ઇંદ્રોડા પાર્ક તરીકે પણ ઓળખાય છે.
👉ઘણી વખત તેને ઈંદ્રોડા ડાયનોસોર અને જીવાશ્મ ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે.
👉ભારતમાં આવેલું આ એક માત્ર ડાયનોસોર સંગ્રહાલય છે.
👉સાબરમતી નદીના કિનારે આવેલું આ અભયારણ્ય ૪૦૦ એકરમાં ફેલાયેલું છે.
👉અભયારણ્યના એક ભાગમાં ડાયનોસોર અને જીવાશ્મ ઉદ્યાન પણ વિકસાવવામાં આવ્યો છે.
👉આ ઉદ્યાનનું સંચાલન ગુજરાત ઇકોલોજીકલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (GEER) દ્વારા થાય છે અને તે ભારતનો જ્યુરાસિક પાર્ક કહેવાય છે,
👉સંગ્રહેલ જીવાશ્મો જ્યુરાસિક યુગના પછીના એવા ક્રેટાસિયોસ યુગના છે, જે લગભગ ૬.૬ કરોડ વર્ષ જૂના છે.
વગેરે જેવા સ્થળો આવેલા છે.
0 Comments