સંજ્ઞા (નામ)
➤વ્યાકરણની પરિભાષામાં જે શબ્દ વ્યક્તિ , વસ્તુ , ગુણ , ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતો હોય અને વાક્યમાં કર્તા કે કર્મની જગ્યાએ આવી શકતો હોય તેને ‘ નામ કહેવાય છે.
➤‘ સંજ્ઞા ’ તરીકે પણ ઓળખાવાય છે .
➤ટૂંકમાં , પ્રાણીને , પદાર્થને , ગુણને કે ક્રિયાને ઓળખવા માટે જે શબ્દ વપરાય છે તેને ‘ નામ ‘ કહે છે . ‘ નામ ‘ નો પર્યાયવાચી શબ્દ ‘ સંજ્ઞા ‘ છે અને અંગ્રેજીમાં એને Noun કહે છે .
નામના મુખ્ય પાંચ પ્રકાર છે . .
( I ) સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક નામ
➤જે સંજ્ઞાઓ કોઈ એક ચોક્કસ વ્યક્તિ , પ્રદેશ વગેરેને અલગ તારવવા માટે વપરાય છે તેને વ્યક્તિવાચક કે સંજ્ઞાવાચક નામ તરીકે ઓળખાવી શકાય .
➤કોઈ કે પ્રાણી કે પદાર્થને પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થથી અલગ પાડી ઓળખવા જે ખાસ નામ અપાય છે , તેને વ્યકિતવાચક નામ કહે છે .
➤જેમ કે – વડોદરા , નર્મદા , હિમાલય , ગિરનાર વગેરે , આ નામ આપણે આપણી ઇચ્છા પ્રમાણે આપ્યું હોય છે . એની પાછળ કોઈ ખાસ કારણ હોતું નથી .
( 2 ) જાતિવાચક નામ :
➤નામ આખા વર્ગને તેમ જ તે વર્ગમાંથી પ્રત્યેક વ્યક્તિ કે પદાર્થને લાગુ પડતું હોય તેને જાતિવાચક નામ કહેવામાં આવે છે .
➤દેશ , શહેર , પર્વત , વાદળ , મોર વગેરે જાતિવાચક નામ છે .
એક ઉદાહરણ લઈ
➤પ્રેમજીભાઈ અમારા આદર્શ શિક્ષક છે .
‘ પ્રેમજીભાઈ ‘ એ સંજ્ઞા કોઈ ચો પ્રય વ્યક્તિનો નિર્દેશ કરે છે જયારે ‘ શિક્ષક ‘ સંજ્ઞા એ શિક્ષણ આપનાર કોઈ પણ વ્યકિત ’ એટલે કે એ તા આખા વર્ગનું સૂચન કરે છે .
‘ પ્રેમજીભાઈ ’ ‘ વ્યક્તિવાચક નામ ‘ છે જયારે શિક્ષક ’ એ જાતિવારકા નામ ’ છે .
( 3 ) સમૂહવાચક નામ :
➤વ્યક્તિ , પ્રાણી કે વસ્તુઓના સમૂહને ઓળખાવતી સંજ્ઞાઓને આપણે સમૂહવાચક નામ કે સંજ્ઞા તરીકે ઓળખી શકીએ .
➤સમૂહ એટલે સરખા ગુણોવાળી વ્યક્તિઓનું એકત્ર થવું
➤કેટલાક નામ વ્યક્તિ , પ્રાણી કે વસ્તુઓના સમૂહને ઓળખવા માટે વપરાય છે તેને સમૂહવાચક નામ કહેવામાં આવે છે .
➤ટુકડી , સમિતિ , ફોજ , કાફલો , ધણ , લુમ , વણજાર , ટોળું , મેદની વગેરે . આ નામ એવા છે જે પહેલી નજરે જાતિવાચક નામ જેવા લાગે છે પણ તેઓ વર્ગને નહીં , સમૂહને દર્શાવે છે .
ઉદાહરણ
➤હાથીઓનું ટોળું , ચાવીઓનું ઝૂમખું , માણસોનો સમૂહ..........
( 4 ) દ્રવ્યવાચક નામ :
➤ટૂંકમાં , ધાતુ , અનાજ કે દ્રવ્યરૂપે રહેલી વસ્તુઓને દ્રવ્યવાચક નામ તરીકે ઓળખવામાં આવે છે . આ વસ્તુઓ જથ્થામાં દ્રવ્યરૂપે રહેલી છે .
( 5 ) ભાવવાચક નામ :
➤ભાવવાચક નામ એટલે એવાં નામ જેના વડે ભાવ , ગુણ , ક્રિયા , સ્થિતિ કે લાગણીને ઓળખી શકાય .
➤ઇન્દ્રિયોથી ઓળખાય નહીં પણ મનથી સમજાય તેવા ગુણ કે ક્રિયાનાં નામ તે ભાવવાચક નામ છે , મુખોઈ , ભલાઈ , મીઠાશ , કાળાશ , સેવા , કામ , મદ , ઝણઝણાટ , રણકાર જેવી સંજ્ઞાઓ નક્કર પદાર્થ દર્શાવતી નથી પણ ભાવોને દર્શાવે છે .
➤આ બધી સંજ્ઞાઓને રૂપ નથી , રંગ નથી , આકાર નથી , એમને આંગળી ચીંધીને બતાવી શકાતું નથી . આમ , ભાવોને દશવિતી સંજ્ઞાઓને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.
ઉદાહરણ
➤“ મુર્ખ ’ એ ગણે છે પણ ‘ મૂર્ખાઈ ” એ મૂર્ખ હોવાનો ભાવ છે .
0 Comments