અમરેલી જિલ્લો ➤સ્થાપના :- ૧૯૬૦ ➤ અમરેલી જિલ્લો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. ➤ અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. ➤ સીંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પણ આખા ભારત દેશમાં મશહુર છે ➤ આ જિલ્લામાં પીપાવાવ બંદર આવેલું છે. રાજુલામાં ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે. ➤ રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો વડોદરા રાજ્યનો ભાગ હતો. ➤વસ્તી :- ૧૫,૧૩,૬૧૪ (૨૦૧૧ મુજબ ) ➤ક્ષેત્રફળ :- ૬,૭૬૦ચો. કિમી ➤ગામડાંઓ :- ૭૮૪ ➤ આ જિલ્લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે: અમરેલી ધારી બાબરા બગસરા જાફરાબાદ ખાંભા કુંકાવાવ લાઠી લીલીયા રાજુલા સાવરકુંડલા ➤ અમરેલી અરબસાગર ના કિનારે આવેલ છે. ➤અમરેલી જીલ્લાની આજુબાજુ ગીરસોમનાથ,જુનાગઢ,ભાવનગર,બોટાદ, જામનગર અને રાજકોટ જિલ્લા આવેલા છે. અમરેલી જિલ્લાની મહત્વની વિગત બંદર :- જાફરાબાદ,પીપાવાવ,અમરેલી ધારા બંદર ખનિજ :- કેલ્સાઈટ,ચૂનાનો પથ્થર, બોક્સાઈટ, જિપ્સમ, કાચી ધાત...